<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ગોધરાના પોલનબજાર, સિંગલ ફળિયા સહિતના વિસ્તારમાં મેગા વીજ ચોરી સર્ચ ઝુંબેશ : 30 લાખની વીજચોરી પકડાઈ

અભિયાનમાં 61 ટીમોના 244 કર્મચારીઓ અને 77 પોલીસ કર્મીઓ જોડાયા

પંચમહાલના ગોધરા શહેરના MGVCL, GUVNL અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. વીજ ચેકીંગ દરમિયાન 73 ગ્રાહકો પાસેથી અંદાજે રૂ. 30 લાખની વીજ ચોરી પકડાઈ છે. મેગા વીજ ચોરી સર્ચ અભિયાનમાં 61 ટીમોના 244 કર્મચારીઓ અને 77 પોલીસ કર્મીઓ જોડાયા હતા. 

   ગોધરા શહેરના પોલનબજાર, સાતપુલ, વેજલપુર રોડ, સ્ટેશન રોડ, ગુહ્યા મહોલ્લા અને સિંગલ ફળિયા સહિતના વિસ્તારોમાં કુલ 1356 વીજ કનેક્શનની તપાસ કરાઇ હતી. કેટલાક સ્થળોએ વીજ ગ્રાહકો અને તપાસ ટીમ વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા સમજાવટથી મામલો શાંત કરાયો હતો.

(12:29 AM IST)