<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વડોદરામાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર સામે યમરાજ રસ્તા પર ઉતાર્યા :ચિત્રગુપ્તે હિસાબ ચેક કરતા વાહનચાલકોએ માફી માંગી

ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે અનોખો કાર્યક્રમ: ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહનચાલકોને યમરાજે રોક્યા

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે અનોખો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરના કાલા ઘોડા સર્કલ નજીક રસ્તા પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને યમરાજાએ રોક્યા હતા. જ્યારે ચિત્રગુપ્ત દ્વારા હિસાબ ચેક કરવામાં આવ્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરામાં હજુ પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના કારણે થતા અકસ્માતોમાં અનેક નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે. અગાઉ પણ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઘણી વખત કડક હાથે કાર્યવાહી તેમજ જન જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. એવામાં હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકોને ટ્રાફિકનું નિયમન કરાવવા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહનચાલકોને યમરાજે રોક્યા હતા અને ચિત્રગુપ્તે વાહનચાલકોનો હિસાબ ચેક કર્યો હતો. જ્યારે હેલ્મેટ નહિ પહેરવું, ત્રણ સવારી વાહન ચલાવવું, કયાં નિયમ ભંગ કર્યો તેનો હિસાબ લીધો હતો.

બીજી તરફ યમરાજે રોકેલા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે આ અનોખો કાર્યક્રમ કર્યો હતો. વડોદરાના કાલાઘોડા સર્કલ પર આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ટ્રાફિક પોલીસના આ અનોખા કાર્યક્રમની નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી

(10:57 PM IST)