<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

કાલે લોકપ્રિય એડી ડીજી અજય ચૌધરીનો જન્‍મ દિવસ ભારે થનગનાટ

વિશ્વના શ્રેષ્ઠ આર્ટીસ્‍ટોમાં ગુજરાતના આ આઇપીએસનું નામ સામેલ છે

રાજકોટ તા.  રાજ્‍ય પોલીસ તંત્રના એડિશનલ ડીજીપી લેવલનાં સિનિયર આઇપીએસ અને હાલ સીઆઈડી ક્રાઈમ વિભાગમાં મહીલાઓની સુરક્ષા, તેમના પ્રશ્નો માટે ખાસ બનાવાયેલ વુમન સેલનાં વડા અજય ચૌધરીનો કાલે જન્‍મ દિવસ છે. વિશાળ શુભેચ્‍છક વર્ગ ધરાવતા અને લોકપ્રિયતા ધરાવતા આ અધિકારી પર એક દિવસ અગાઉથી જ શુભેચ્‍છા અઢળક વર્ષી રહી છે (મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૫૮૨૭)

 એબ્‍સટેરેકટ આર્ટીસ્‍ટ તરીકે વિશ્વના શ્રેષ્ઠ કલાકારોમાં જેમનું નામ સામેલ છે,તેવા અજય ચૌધરીના વિશ્વની આર્ટ ગેલેરીમાં તેમના ચિત્રો કલા જગતમાં ગુજરાતની આન બાન શાન વધારી રહ્યા છે. દાઉદ ઇબ્રાહિમ દ્વારા થયેલ મુંબઈ બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં પોરબંદર કીનારાનાં ઉપયોગની માહિતી અને એક શખ્‍સની સંડોવણી જાહેર થયેલ. આ વિદેશ નાશી ગયેલ આરોપીને પરત લાવવા સીબીઆઇને ફૂલપ્રૂફ પેપર વર્ક આ અધિકારીએ પોરબંદર એસપી તરીકે કરેલ. કોરોના સમયમાં પોલીસ પરિવાર પોલીસ સ્‍ટાફ માટેના આરોગ્‍ય અંગેનો માસ્‍ટર પ્‍લાન ડો. રાગેશ શાહ દંપતિ તથા તેમના ટ્રસ્‍ટની મદદથી ઘડી ખૂબ મોટો સેવા કરેલ.સામાન્‍ય પરિવાર માંથી ટોચ પર પહોંચી ગયેલ આ આઇપીએસ પોતાની પ્રગતિમાં પોતાનાં માતાનાં આશીર્વાદ પત્‍ની ( જાણીતા યુ ટયુબ સિંગર દીપ શિખા ચોધરી) નો સહયોગ તથા મિત્રોનો સહયોગ અણમોલ ગણે છે.

(10:21 AM IST)