<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

૨૧ વર્ષથી ફરાર ચોરીનો આરોપી સોનાના શો રૂમનો માલિક બની ગયેલ

એને હતું કે સુરત પોલીસ ભૂલી ગયેલ હશે, પણ PCB પીઆઇ આર.એસ. સુવેરા ટીમ ભૂલી નહતી : ગુન્‍હો કર્યા પછી આરોપીને પોલીસ પકડી ન શકે તે પોલીસ માટે શરમજનક ગણાયઃ અનુપમસિહ ગેહલોતનાં એક શબ્‍દએ જાદુઈ અસર કરીઃ ૨૦ વર્ષથી ફરાર ૧૩ આરોપી અને ૨૦૨૪માં ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ૮ આરોપી અમારી ટીમે ઝડપી લીધા

રાજકોટ તા.  ૧ :.. સુરતના ઉમરા પોલીસ મથકના ગુન્‍હામાં ૨૧ વર્ષથી વોન્‍ટેડ આરોપીને PCB પીઆઇ આર.એસ. સુવેરા ટીમ દ્વારા  ઝડપી લેવામાં આવેલ છે.    અત્રે એ યાદ રહે કે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.જે સંદર્ભે PCB બ્રાન્‍ચને મહત્‍વની જવાબદારી સુપ્રત થયેલ હોય PCB પીઆઇ આર એસ. સુવેરા ટીમ દ્વારા વિશેષ ટીમો રચવામાં આવી છે.          

આ આખી ઝુંબેશ પાછળની રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવતા pcb પીઆઇ આર.એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, પોલીસ કમિશનર તરીકે અનુપમસિહ ગેહલોતજીએ ચાર્જ સંભાળતા સાથે વોન્‍ટેડ આરોપીઓનું લિસ્‍ટ મંગાવેલ. અને એક જ વાકય તમામ અધીકારીઓને કહેલ કે , ગુન્‍હો કર્યાં બાદ આરોપીને પોલીસ પકડી ન શકે તે પોલીસ માટે શરમજનક ગણાય , આ એકજ વાકયે સુરત પોલિસ પર જાદુઇ અસર કરી અને આખું તંત્ર ઉંધે માથે થયેલ

જે નાસતા-ફરતા આરોપી. નરેશકુમાર નારાયણદાસ ભારદ્વાજ નાઓની તપાસમા પી.સી.બી ટીમ હતી દરમ્‍યાન ગઇ કલા તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ પી.સી.બીના એ.એસ.આઇ હસમુખભાઇ મોહનભાઇ તથા અ.હે.કો અશોકભાઇ લુણી નાઓને હકીકત મળેલ કે, ઉમરા પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં.૪૯૯/૨૦૦૩ ઈ.પી.કો. કલમ - ૪૫૪, ૩૮૦, ૫૧૧ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી. નરેશકુમાર નારાયણદાસ ભારદ્વાજ નાઓ હાલ કતારગામ, ગજેરા સર્કલ પાસે ઉભેલ છે જેને શરીરે સફેદ કલરનુ કાળી ડીઝાઇન વાળુ શર્ટ તથા ભુરા કલરની પેન્‍ટ પહેરેલ છે જેઓના માથાના ભાગે વાળ નથી. જે હકીકતવાળી જગ્‍યાએ તપાસ કરતા આરોપી. નરેશકુમાર નારાયણદાસ ભારદ્રાજ ઉ.વ/૫૦ રહે.૩૧, અમન કોઇલ સ્‍ટ્રીટ, પાર્ક ટાઉન, ચૈનઇ-૦૩ મુળ પ્રતાપબજાર, રાણી સ્‍ટેશન, તા.દેસુરી, જી.પાલી રાજસ્‍થાન વાળાને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળેલ છે.

જે મજકુર પકડાયેલ ઇસમની પુછપરછ કરતા સને.૨૦૦૩ મા તેણે તથા તેના મિત્ર. ગણપતનાથ સિધ્‍ધ નાઓ સાથે ઘોડદોડ રોડ, મઝદા એપાર્ટમેન્‍ટના ફલેટ નં.સી/૦૧ મા ચોરી કરવા માટે પ્રવેશ કરેલ પરંતુ જે તે સમયે કોઇ આવી જતા તેઓ ત્‍યાથી ભાગી ગયેલ હતા અને પોલીસની બીકે તેઓના વતન નાશી ગયેલ પરંતુ આ ચોરીના ગુનામા પોલીસ તેને શોંધવા તેના વતન આવતી પરંતુ તે ત્‍યાથી પણ ભાગી જતો હતો તે બાદ છેલ્લા ૨૦ વર્ષથી ચૈનઇ ખાતે રહી ત્‍યા ન્‍યુ મારૂતી જવેલર્સ નામની સોનાની દુકાન ચલાવી સોનાનો વેપાર કરતો હોવાની કબુલાત કરેલ જે ચોરીના ગુનામા પોતે નાસતો-ફરતો હોવાની હકીકત જણાવતો હોય.

(10:21 AM IST)