<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

સુરતના વરિયાવ સ્‍વામિનારાયણ મંદિરમાં રવિવારે પ્રથમ પાટોત્‍સવ

રાજકોટ તા. ૩૧ :.. શ્રી સ્‍વામિનારાયણ મંદિર, વરિયાવ સુરત ખાતે બિરાજતા શ્રી હરિકૃષ્‍ણ મહારાજનો પ્રથમ પાટોત્‍સવ તા. ર ફેબ્રુઆરી રવિવારે યોજાનાર છે. આયોજક શ્રી અલૌકિકદાસજી સ્‍વામીના જણાવ્‍યા મુજબ ૩ વાગ્‍યે મહાપૂજા દર્શન પ વાગ્‍યે અન્નકુટ દર્શન, ૭.૧પ વાગ્‍યે અભિષેક અને ૭.૪પ વાગ્‍યે ભોજન પ્રસાદ રાખેલ છે.

અભિષેક માટે દૂધ તથા અન્નકુટ માટે જે ભકતોને કોઇ વાનગી બનાવીને લાવવાની ભાવના અને અનુકુળતા હોય તેમણે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો. સંપર્ક :- રાજુભાઇ ભિકડીયા મો. ૯૯૭૯૯ પ૦૧ર૪, વાનગી પહોંચાડવાનો સમય, રવિવારે સાંજે ૪ કલાકે પાટોત્‍સવના યજમાનઃ પ.ભ. શ્રી દિનેશભાઇ તેજાણી (સાડા) છે તેમ શ્રી અલૌકિકદાસજી સ્‍વામી જણાવે છે.

(10:58 AM IST)