તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
નડિયાદમાં પૂ. સંતરામજી મહારાજની સમાધીએ આજથી પૂ. મોરારીબાપુની શ્રી રામકથા
આ ભૂમિ ઉપર છઠ્ઠી વખત શ્રીરામકથા : દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરશે

રાજકોટ,તા.૧ : પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજથી ૧ ફેબ્રુઆરી ૨૫થી નડિયાદના સુખ્યાત સંતરામ મંદિરના આયોજન હેઠળ ફરી એકવાર માનસકથાનું ગાન થવા જઈ રહ્યું છે.નડિયાદ એટલે બે મહાન ચેતનાઓની પાવનભૂમિ છે કે જે ભૂમિને તેઓએ પોતાના નામથી અને કર્મથી દેશ દુનિયામાં ઉજાગર કરી છે. તેમાં સૌથી પ્રથમ નામ આવે છે પુ.સંતરામજી મહારાજ કે જેઓ સંવત ૧૮૭૨માં નડિયાદમાં પધાર્યા હતાં. પછીથી તેમની પ્રવળત્તિઓ,અધ્યાત્મ્ય જગત સાથેનું તેમનું ઊંડાણ વગેરે સતત લોકોમાં ઊર્જા અને આદર ઊભું કરી રહ્યા હતા.સતત૧૫ વર્ષ સુધી અહીં તેઓ સમાધિસ્થ થઈ ધૂણી ધખાવીને બેઠા હતા.તેમને લોકો શ્નસુખસાગરઙ્ખના નામે પણ ઓળખતા હતા.તેમનો પરમ મંત્ર પ્રમાનવસેવા એ જ પ્રભુ સેવા હતો અને તેને લોકોમાં વધુમાં વધુ પ્રચલિત કરીને પોતાનાથી થતું તમામ માનવસેવાનું કાર્ય તેમણે કરીને તેઓ પરમપદને પામ્યા હતા.એટલું જ નહીં એવું કહેવાય છે કે સવંત ૧૮૮૭ માઘ માસની પુર્ણિમાના દિવસે પુ.મહારાજશ્રીએ જીવતા સમાધિ લીધી હતી.તેથી તે દિવસે ખૂબ વિશાળ આયોજન અને મેળો મંદિર દ્વારા થાય છે. બીજા એવા જ મહાનુભાવ ભાગવાતાચાર્ય અને ભાગવતની સાથે ઊંડાણ અને અધ્યાત્મ્યથી જોડાયેલું નામ એટલે પુ. ડોંગરેજી બાપા કે જેમણે વર્ષો સુધી આ ભૂમિમાં પોતાની ભાગવત સાધના કરી હતી.આથી આ તપોભૂમિમાં પૂ. મોરારિબાપુ ૯૫૧મી રામકથા આજથી મંગલાચરણ કરી રહ્યાં છે.
સંગીતની દુનિયા મહુવાના સંવાહક શ્રી નિલેશભાઈ વાવડીયાના જણાવ્યા પ્રમાણે બાપુએ અત્યાર સુધીમાં આ ભૂમિ ઉપર પાંચ વખત કથાઓનું ગાન કર્યું છે. હવે આ કથા ના ક્રમ ની ૯૫૧મી અને નડિયાદમા છઠ્ઠી કથાનું ગાન થવા જઈ રહ્યું છે.આ કથાઓની યાદી આ મુજબ છે.
અત્રે એ નોંધનીય છેકે તમામ કથાઓનું આયોજન માઘ પુર્ણિમાના ઉપલક્ષ્યમાં થયું હોય તે તમામની તારીખો જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાની છે.કથાનું સમગ્ર આયોજન સંતરામ મંદિરના નેતળત્વ હેઠળ મહંત શ્રી પુ. રામદાસજી મહારાજ સંભાળી રહ્યા છે.પુ.મહંત શ્રી ચેતન સમાધિ એવી પુ.સંતરામજી મહારાજના આ સ્થાનના નવમા મહંત તરીકે સંવત ૨૦૬૦ થી કાર્યરત છે.બાપુએ કહેલાં અગાઉના કથન મુજબ આ કથાનું શિર્ષક માનસ -યોગીરાજ પણ હોય શકે. તેમ વેળાવદરના તખુભાઇ સાંડસુરની યાદીમાં જણાવાયું છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
