તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
આલ્ફા હોસ્પિટલનો કાલથી અમદાવાદમાં મંગલ પ્રારંભ
ડોકટરોના સંયુકત સાહસરૂપ

રાજકોટ : આવતીકાલે તા. ૨ ફેબ્રુઆરી રવિવારના સવારે ૧૦ થી ૧ વચ્ચે અમદાવાદ ખાતે અત્યાધુનિક આલ્ફા હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ થશે. પૂજય શ્રી જોગીદાદા (સાંદિપની ઋષિ કુમાર)ના વરદ હસ્તે આ નવા સાહસનો પ્રારંભ થશે. આ પ્રસંગે ગેસ્ટ તરીકે રાજયસભાના સભ્ય શ્રી મયંકભાઈ નાયક, લોકસભાના સાંસદ શ્રી હરીભાઈ પટેલ તથા મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ, આઈએમએના ચૂંટાયેલા પ્રમુખ ડો.અનિલ નાયક તથા અમદાવાદ ટ્રાફીક (એડમીન) ડીસીપી શ્રી બલદેવસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે. આલ્ફા હોસ્પિટલ ફેમીલીના ડાયરેકટર્સ સર્વશ્રી ડો.અનુપ ગુપ્તા, ડો.મિહીર તન્ના (મો.૯૯૯૮૧ ૦૦૦૩૩), ડો.અતુલ મસલેકર, ડો.કમલેશ ઠક્કર, ડો.અલ્પેશ પટેલ અને ડો.અભિષેક રાજપોપટના આ નવા સાહસને ચોમેરથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે. સ્થળ આલ્ફા હોસ્પિટલ, ગ્રાઉન્ડ ફલોર, એમ્પાયર ડોકટર હાઉસ, કારગીલ પેટ્રોલ પંપની સામે, એસજી હાઈવે, અમદાવાદ (મો.૬૩૫૭૦ ૦૦૩૫૮/ ૬૩૫૭૦ ૦૦૩૬૫)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
