News of Saturday, 1st February 2025
રાજ્ય સરકાર દ્વારા એક સાથે અચાનક કુલ 68 IAS અધિકારીઓની બદલીઓના આદેશ
અમદાવાદમાં નવા મ્યુનિસપલ કોર્પોરેશનના કમિશ્નર બિંછાનિધી પાની બન્યા: અવંતિકા સિંઘને GACLના એમડીનો વધારાનો ચાર્જ સોંપાયો : જામનગરના કલેકટર તરીકે પોરબંદરના ડીડીઅો કેતનભાઈ ઠક્કરની નિમણુંક : ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર સુજીતકુમારને અમદાવાદ કલેકટર તરીકે મુકાયા : સુરેન્દ્રનગરના કલેકટર કે,સી,તન્નાને દ્વારકા કલેકટર તરીકે નિમણુંક : રાજ્યના 4 IAS અધિકારીઓ વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા એક સાથે અચાનક કુલ 68 IAS અધિકારીઓની બદલીઓના આદેશ થયા છે , ગુજરાતના 68 IASની બદલી, રાજ્યના 4 IAS અધિકારીઓને પ્રમોશન અપાયા છે.
ઍકસાથે અચાનક ૬૮ આઈઍઍસ અોફીસરોની જમ્બો બદલીના હુકમો થયા છે જેમાં જામનગરના કલેકટર તરીકે પોરબંદરના ડીડીઅો કેતનભાઈ ઠક્કરની નિમણુંક કરાઈ છે . ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર સુજીતકુમારને અમદાવાદ કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે, દ્વારકાના કલેકટર જી.ટી. પંડ્યાને ઍજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં મૂક્યા છે સુરેન્દ્રનગરના કલેકટર કે.સી. સંપટને ગાંધીનગર ખાતે ઈન્ડેક્ષ બી.માં મૂકયા છે સુરેન્દ્રનગરના ડીડીઅો રાજેશ તન્નાને દ્વારકા કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે
રાજયના ૬૮ આઈઍઍસ અધિકારીઅોની બદલી - બઢતી અપાઈ છે એજમાં બંછાનિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર બન્યા છે અમદાવાદના કલેકટર પ્રવિણા ડી.કે.ને પ્રમોશન આપી જીઆઈડીસીના ઍમડી અને વાઈસ ચેરમેન બનાવ્યા ઃ મહેસાણાના કલેકટર નાગરાજ ઍમ.ને પ્રમોશન આપી ગુજરાત ઍસટી નિગમના ઍમડી બનાવ્યા ઃ ૪ આઈઍઍસ અોફીસર ડો. વિનોદ રામ ચંદ્ર રાવને વિકાસ અને રોજગાર વિભાગ, ઍમ. થેન્નારસનને રમત - ગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ બનાવ્યા, અનુપમ આનંદને વાહન વ્યવહાર કમિશ્નર તરીકે, મિલીન્દ શિવરામ તોરાવ્હણેને ઉર્જા પેટ્રો કેમીકલ્સના મેનેજીંગ ડીરેકટર તરીકે બઢતી સાથે નિમણુંક ઃ પોરબંદરના ડીડીઅો શ્રી ઠક્કરને જામનગરના કલેકટર બનાવાયા છે
આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીમાં મુખ્ય સચિવની નિવૃત્તિ પછી ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. પી સ્વરૂપ કમિશ્નર લેન્ડ રીફોર્મસમાંથી કમિશનર ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘને ગુજરાત આલ્કલાઈનની એમડી તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે. સરસ્વતી સાધનામાં સાયકલ ભંગાર થવાના મામલે કોટેજ ઇન્ડસ્ટ્રિઝના કમિશ્નર પ્રવિણ સોલંકી સાઈડલાઈન કરાયા છે. પ્રવિણ સોલંકીને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે મુકાયા છે.


(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
