<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડું :વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવક ગણેશ ભાઈ ઠાકોર, કલી બેન ઠાકોરે ભાજપનો ભગવો પહેર્યો

કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં ભાજપે ગાબડું પાડ્યું :રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ રાધનપુર ભાજપના નેતાઓ હસ્તક કોંગ્રેસના પૂર્વ નગરસેવકોએ ભગવો પહેર્યો

પાટણ જિલ્લામાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં ભાજપે ગાબડું પાડ્યું છે. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવક ગણેશ ભાઈ ઠાકોર, કલી બેન ઠાકોરે કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ભગવો પહેર્યો છે. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ રાધનપુર ભાજપના નેતાઓ હસ્તક કોંગ્રેસના પૂર્વ નગરસેવકોએ ભગવો પહેર્યો છે.

   કોંગ્રેસે કોઈ વિકાસના કામો કર્યા નથી હવે અમે ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડીશું અને તમામ વોર્ડમાં ભાજપને વિજય અપાવીશું. પૂર્વ નગરસેવક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાધનપુર નગર પાલિકા બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

(8:09 PM IST)