તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
નવસારીમાં બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં દુઃખી ભાજપના નેતાઓ અપક્ષ અથવા કોંગ્રેસપાર્ટીના શરણે
ભાજપમાંથી ટિકીટ ન મળતા નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી:નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે પણ નારાજગીને કારણે કોંગ્રેસનો હાથ પકડ્યો

નવસારીમાં બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં દુઃખી ભાજપાઈઓ અપક્ષ અથવા કોંગ્રેસના શરણે થયા છે. ભાજપમાંથી ટિકીટ ન મળતા નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બીલીમોરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે પણ નારાજગીને કારણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
વર્ષ 2013થી 2015 દરમિયાન બીલીમોરા પાલિકાના પ્રમુખ રહેલા સંધ્યાબેન પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી છેડો ફાડી સંધ્યા પટેલે વોર્ડ નં. 7માંથી કોંગ્રેસના મેંડેટ પર ઉમેદવારી પત્ર ભર્યુ છે. ભાજપમાંથી ટિકીટ ન મળતા અન્ય નારાજ કાર્યકરોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
