<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

રાજયમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગરમાં 1386 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 30 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,141.56 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,141.56 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1386 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1108 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. 

આ સિવાય તલોદમાં 1320 રૂ., વ્યારામાં 1300 રૂ., વિજાપુરમાં 1181 રૂ., ભાવનગરમાં 1180 રૂ., હળવદમાં 1176 રૂ., અમરેલીમાં 1122 રૂ., ગોંડલમાં 1096 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,141.56 ટન મગફળીની આવક થઇ છે.

(8:25 PM IST)