<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ગાંધીનગરમાં પ૦૦૦ વારમાં રઘુવંશી એકેડેમીનું નિર્માણ કરાશે : રઘુવંશી સેવા સમાજ ટ્રસ્‍ટની પહેલ

પ્રથમ તબકકામાં ૧૦૦ વિદ્યાર્થી માટે ૫૦ રૂમ અને બાદમાં લાયબ્રેરી સહીતનું નિર્માણ કરાશે

રાજકોટ તા. ૩ : રઘુવંશી સેવા સમાજ ટ્રસ્‍ટ ગાંધીનગર દ્વારા રઘુવંશી સમાજના શિક્ષિતોને સુવિધા મળી રહે તે હેતુથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા અંગે જરૂરી ભૌતિક સગવડરૂપે છાત્રાલય, લાયબ્રેરી, જમવાની સુવિધા, ઉત્‍કૃષ્‍ટ કોચીંગ મટીરીયલ્‍સ તથા વાતાવરણ પુરૂ પાડવા ખુબ સરસ પહેલ કરવામાં આવી છે. સંસ્‍થાની યાદીમાં જણાવ્‍યા મુજબ અમદાવાદ અને ગાંધીનગર આસપાસ રઘુવંશી એકેડેમીનું પ૦૦૦ વાર જગ્‍યામાં નિર્માણ કરવા આયોજન ઘડાઇ રહ્યુ છે. જેના પ્રથમ ચરણમાં ૧૦૦ વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરાશે. બાદમાં ૩૦૦ વિદ્યાર્થીઓની સગવડતા સાથેનું અદ્યતન સંકુલ ઉભુ કરાશે. આ માટે હાલ નાણાકીય અને બૌધિક સહકારની અપીલ કરાઇ છે.

હોસ્‍ટેલ બિલ્‍ડીંગ પ તબકકામાં તૈયાર કરાશે. પ્રથમ તબકકામાં પ હજાર વાર જગ્‍યા ટ્રસ્‍ટ દ્વારા નિયત કરાશે. બીજા તબકકામાં આર્કિટેક ડિઝાઇન, ત્રીજા તબકકામાં ૧૦૦ વિદ્યાર્થીઓ માટે પ૦ રૂમ, ચોથા તબકકામાં વધુ ૧૦૦ રૂમ એમ ૩૦૦ વિદ્યાર્થીઓ માટે સગવડ સાથે સંકુલ ઉભુ કરવા આયોજન ઘડાયુ છે.

રૂમ માટે રૂ.૧૧ લાખ અને લાયબ્રેરી માટે રૂ.૨૧ લાખ તેમજ ભોજનાલય માટે રૂ.૫૧ લાખ રૂપિયા આપનાર દાતાનું નામ તકતીમાં લગાવાશે. ઉપરાંત ગાંધીનગર રઘુવંશી સેવા સમાજ ટ્રસ્‍ટના સોવેનિયરમાં પણ જાહેરાત આપીને સહયોગી બની શકાશે.

સમાજના યુવાનો, દાતાઓને આગળ આવવા રઘુવંશી સેવા સમાજ ટ્રસ્‍ટ ગાંધીનગરના મેનેજીંગ ટ્રસ્‍ટી દીલીપભાઇ ઠકકર (મો.૯૯૦૯૫ ૮૧૭૬૦), મેનેજીંગ ટ્રસ્‍ટી એમ. જે. ઠકકર (મો.૯૯૭૮૪ ૦૫૮૮૪), ટ્રસ્‍ટી આર. જે. હાલાણી (મો.૯૭૧૪૫ ૦૩૭૦૨), ટ્રસ્‍ટી મનોજ વાય. દક્ષીણી (મો.૮૪૨૪૧ ૦૦૨૪૧), ટ્રસ્‍ટી જી. જી. જસાણી (મો.૯૮૭૯૦ ૭૭૭૯૦), ટ્રસ્‍ટી ડો. જયરામ કે. ઠકકર (મો.૭૪૪૭૪ ૨૧૩૧૯), ટ્રસ્‍ટી પિન્‍ટુભાઇ ઠકકર (મો.૯૮૭૯૨ ૩૪૨૫૦), ટ્રસ્‍ટી (મો.૯૮૨૫૬ ૦૮૭૪૪)ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(11:48 AM IST)