News of Monday, 3rd February 2025
અમરેલી લેટરકાંડમાં ભાજપના મોટા નેતાનો હાથ છેઃ સત્યતા બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું
ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંઘાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અમરેલી, તા.૩: અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલીપ સંઘાણીએ CMને પત્ર લખ્યો છે. સાથે જ નિવળત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માગ કરી છે. સાથે જ કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરાવવા માગ કરી છે. તેમણે જણાવ્યું કે, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ ક્રળત્ય ન કરે. કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી. ફરિયાદી અને અન્ય ૨થી ૪ લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. હું પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું.
દિલીપ સંઘાણીએ CMને લખ્યો પત્ર
આદરણીયશ્રી ભુપેન્દ્રભાઈ
અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ ત્યા પ્રિન્ટ મીડીયાના અહેવાલ થી મને જાણ થયેલ કે અમરેલી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમરેલી પોલીસ દ્રારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મનિષભાઇ વઘાશીયા, એક મહિલા સહીત કુલ ૪ વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જયારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારુ ત્યા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઇ વઘાશીયા એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ જે મેં મીડિયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. વધુમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કળત્ય ન જ કરે.
આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય ૨-૪ વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકો ને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવળત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ૪ કાર્યકરોની ધરપકડ કરી હતી પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢયું જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી. આ ઘટનાની તપાસ નિર્લિપ્ત રાયને સોપવામાં આવી છે.(૨૩.૨૮)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
