<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

આજથી ત્રણ દિવસ'રાજકોટના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના, પાકને અસર થશેઃ અંબાલાલ

દોહદ, વડોદરા,આણંદ, ખંભાત, ભાવનગર સહિતના ભાગોમાં કમોસમી વરસાદ પડશે

અમદાવાદઃ હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવમાનને લઇ આગાહી કરતા જણાવ્‍યું હતું કે રાજકોટમાં આજથી ંત્રણ દિવસ એટલે કે ૪ અને પ ફેબ્રુઆરીએ માવઠુ પડી શકે છે. જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શકયતા છે. વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઇયળ પડી શકે છે. મકાઇ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઇયળનો રોગ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શકયતા છે. રાજયમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્‍તારોમા઼ કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્ર  અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

જયારે હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે કે રાજયમાં વાતાવરણ સુકુ રહેશે. વરસાદની શકયતા નહિવત છે. બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય છે. પરંતુ રાજય પર તેની કોઇ અસર નહીં જોવા મળે. રાજયના આગામી ૭ દિવસ વાતાવરણ સૂラકુ રહેશે.

હાલ ઉત્તર પヘમિ પવન ફુંકાઇ રહ્યો છે. રાજયમાં લઘુતમ તાપમાન સામાન્‍ય રહેશે. હવામાન વિભાગનાં એ.કે.દાસે જણાવ્‍યું છે કે આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. તેમજ આગામી સમયમાં બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવવાની પણ શકયતાઓ છે. તેમ જણાવ્‍યું છે.

(4:01 PM IST)