<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદમાં 640 રૂપિયા સુધી બોલાયો: જાણો 16 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 11,396.26 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 11,396.26 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 400 રૂ. અને નીચો ભાવ 130 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય કપડવંજમાં 540 રૂ., આણંદમાં 500 રૂ., ભાવનગરમાં 470 રૂ., ગોંડલમાં 456 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 11,396.26 ટન ડુંગળીની આવક થઇ છે.

(7:48 PM IST)