News of Monday, 3rd February 2025
ગોકુલધામ નાર ખાતે રાજ્ય કક્ષાનું 20 પ્રકારની ગેમ્સ માટે ગ્રાઉન્ડ તૈયાર : બુધવારે ICCના ચેરમેન જય શાહ અને વડતાલના સંતો કરશે લોકાર્પણ
આ પ્રસંગે જળયાત્રા, શાસ્ત્રોક્ત અભિષેક પૂજા અને અન્નકૂટ મહોત્સવ યોજાશે: સમૂહલગ્ન સમારંભ, સિલાઈ મશીન વિતરણ અને ટ્રાયસિકલ વિતરણ જેવા લોકકલ્યાણકારી કાર્યક્રમો થશે

અમદાવાદ :ગુજરાતમાં વિવિધ સેવા અને શિક્ષણ કાર્ય માટે જાણિતી ગોકુલધામ નાર કેમ્પસમાં વધુ એક નજરાણું ઉમેરાશે. આગામી 5 તારીખે ગોકુલધામ નારમાં નિર્માણ થયેલા રાષ્ટ્રીય કક્ષાના રમત-ગમત મેદાનનું ICCના ચેરમેન જય શાહ અને વડતાલના આચાર્ય તથા વડીલ સંતોના હસ્તે લોકાર્પણ કરાશે.
મહત્ત્વનું છે કે, આ પાવન પ્રસંગે અહીં ભક્તિભર્યા કાર્યક્રમો જેમ કે જળયાત્રા, શાસ્ત્રોક્ત અભિષેક પૂજા અને અન્નકૂટ મહોત્સવ યોજાશે. આ ઉપરાંત સમાજસેવા અને ધાર્મિક ઊજવણીના ભાગરૂપે સમૂહલગ્ન સમારંભ, સિલાઈ મશીન વિતરણ અને ટ્રાયસિકલ વિતરણ જેવા લોકકલ્યાણકારી કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા શુકદેવપ્રસાદ સ્વામીના માર્ગ દર્શનમાં આ ગ્રાઉન્ડ તૈયાર કરા છે.
શુકદેવ પ્રસાદ સ્વામીએ જણાવ્યું કે, ગોકુલધામ નાર ખાતે રાજ્યકક્ષાના રમત-ગમત ગ્રાઉન્ડનું ભવ્ય લોકાર્પણ માત્ર ખેલાડીઓ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ અદ્યતન ગ્રાઉન્ડમાં 20થી વધુ રમતો માટે ઉચ્ચસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ છે, જે ગુજરાતી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવી બનાવવામાં સહાય કરશે. ખાસ કરીને, સ્પર્ધાત્મક ખેલ અને વ્યાવસાયિક તાલીમ માટે આ મેદાન એક મજબૂત પાયો પુરવાર થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આમ, આ મેદાન માત્ર રમતગમતની પ્રગતિ માટે જ નહીં, પણ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ – જેમ કે જળયાત્રા, સમૂહલગ્ન અને સમૂહ કલ્યાણના પ્રોજેક્ટ્સ – માટે પણ કેન્દ્રસ્થાન બનશે, જે સમસ્ત સમાજમાં એકતા અને સમર્પણની ભાવના વિકસાવશે. આ પરિયોજનાથી રાજ્યના રમતગમત ક્ષેત્રે એક નવો આયામ ઉમેરાશે અને ખાસ કરીને, તેઓ માટે અનન્ય અવસર ઉભા કરશે, જેઓ રમત-ગમતને કારકિર્દી તરીકે અપનાવવા ઇચ્છે છે.
ગોકુલધામ નાર ખાતે એક વર્ષમાં જ ફૂટબોલ, હેન્ડબોલ, ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી સહિતનું રાજ્ય કક્ષાનું અધતન સ્પોર્ટ્સ સંકુલ બનાવાયું છે. અહીં 10 પ્રકારના ઇનડોર ગેમ અને 10 પ્રકારની આઉટડોર ગેમ એમ 20 પ્રકારની રમતોનું ગ્રાઉન્ડ બનાવાયું છે. આ ગ્રાઉન્ડમાં એક સાથે 20 ટીમો જે ફિલ્ડની હોય એ ટીમો રમી શકશે. ચોમાસાંમાં વરસાદ પડ્યા પછી તરત રમી શકાશે. આ ગ્રાઉન્ડનો ઉપયોગ ગોકુલધામ નાર હોસ્ટેલના બાળકો સ્કૂલના બાળકો ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ વર્ષ દરમિયાન વેકેશન હોય એવા ટાઈમે જ્યારે રમત ગમતોનું કોમ્પિટિશન માટે કરી શકાશે.
ગોકુલધામ નાર છેલ્લા 20 વર્ષથી સમાજસેવા સાથે જોડાયેલી સંસ્થા છે અનેક વિવિધ પ્રકારે સમાજના લોકો સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરનારી સંસ્થા છે પ્રયાસ કરી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણને એવું લાગ્યા કરતું હતું કે આપણે આરોગ્ય ક્ષેત્રે કામ કર્યું શૈક્ષણિક ક્ષેત્રે કામ કર્યું છે વૃદ્ધાશ્રમો ટિફિન સેવા દવાખાનાઓ ચંપલ વિતરણ વૃદ્ધાશ્રમો દિવ્યાંગ લોકો માટે કામ કર્યું છે તો એ બધું કર્યું છે પણ આપણે રમત ગમત ક્ષેત્રે અને પર્યાવરણ ક્ષેત્રે પણ કામ કરીએ તો ખાસ કરીને આજે રમત ગમત ક્ષેત્રે જે આપણે ત્યાં કામ થઈ રહ્યું છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
