News of Monday, 3rd February 2025
મહીસાગરના વીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ :ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર
કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરનું ફોર્મ નામંજૂર થયું: ભાજપના ઉમેદવાર ભાવના પરમાર બિન હરીફ વિજયી થયા

મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 23 મુજબ તાલુકા પંચાયત મતદાન મંડળની 2021ની મતદાર યાદી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ ના હોવાથી ફોર્મ નામંજૂર થયું હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરનું ફોર્મ નામંજૂર થયું છે. ભાજપના ઉમેદવાર ભાવના પરમાર બિન હરીફ વિજયી થયા છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
