તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Monday, 3rd February 2025
9 ફેબ્રુઆરી રવિવારે દેવાધિદેવ મહાદેવને સમર્પિત પ્રદોષ વ્રત
ભગવાન શિવની ઉપાસનાને માટે પ્રદોષ વ્રત અત્યંત શુભ મનાય છે

વડોદરા: હિન્દૂ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. આ શુભ દિવસ ભગવાન શિવને સમર્પિત મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવની ઉપાસનાને માટે પ્રદોષ વ્રત અત્યંત શુભ મનાય છે. દરેક મહિનામાં બે વાર (૧) શુક્લ પક્ષ અને (૨) કૃષ્ણ પક્ષની ત્રિયોદશી તિથિએ આવે છે. આ વ્રતનું વર્ણન શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ દિવસે લોકો દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અને વ્રતનું પાલન કરે છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જે કોઈ ભક્ત સાચા મનથી ભોળાનાથ અને માં પાર્વતીની આરાધના કરે છે, તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. તે ઉપરાંત જીવનમાં ચાલી રહેલ તમામ મુશ્કેલીયો અને દુઃખોમાંથી મુક્તિ મળે છે. પ્રદોષ વ્રતના દિવસે શિવભક્ત વિધિ પૂર્વક મહાદેવની આરાધના કરે છે. આ વ્રતના માધ્યમથી તેઓ ભગવાન શિવ પાસેથી સુખ-સમૃદ્ધિ અને મનોકામના પૂર્તિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. માન્યતા છે કે પ્રદોષ વ્રતમાં મહાદેવની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવાથી ભક્તોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આરોગ્યનું વરદાન મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહેતી હોય છે. તે ઉપરાંત પ્રદોષ તિથિ પર ઉપવાસ કરવાથી વિવાહમાં આવી પડતી અડચણનો દૂર થાય છે અને દાંપત્યજીવન સુખ-સમૃધ્ધિ વાળું બની રહે છે.
હિંદુ પંચાંગ અનુસાર ફેબ્રુઆરી-૨૦૨૫ માં પ્રથમ પ્રદોષનુ વ્રત તા.૯ ફેબ્રુઆરીને રવિવારે આવે છે, કારણ કે આ દિવસે જ માધ મહિનાના શુક્લ પક્ષની ત્રિયોદશી તિથિ છે અને પ્રદોષ વ્રત કોઈપણ મહિનાની ત્રિયોદશીએ કરવામાં આવે છે, તે રવિ પ્રદોષ વ્રત હશે, કારણ કે, તે રવિવારના દિવસે આવે છે. તા.૯ ફેબ્રુઆરીએ ત્રિયોદશી તિથિની શરૂઆત સાંજે ૭-૨૫ કલાકે થશે, જ્યારે આગલા દિવસે ૧૦ ફેબ્રુઆરી-૨૦૨૫ સાંજે ૬-૫૭ કલાકે સંપન્ન થશે. માટે પ્રદોષ વ્રત તા.૯ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
