News of Tuesday, 4th February 2025
ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ મદદનીશ કમિશનર મૌલિક પટેલ અને પટાવાળા પ્રવીણ શ્રીમાળી રૂ.૪૨૦૦ લાંચ લેતા એમ.એસ.બિલ્ડીંગ, સેક્ટર ૧૧ની પાછળ કંમ્પાઉન્ડના પાર્કીંગમાં, ગાંધીનગર ખાતે રંગે હાથ ઝડપાઈ ગયા
શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ.૭.૭૪ લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ.૪૨૦૦/- ની લાંચની માંગણી કરી હતી

અમદાવાદ તા.૪
એ.સી.બી.ની સફળ ટ્રેપ પાર પાડી છે.ફરીયાદી એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરી હતી.આરોપી મૌલિક મહેન્દ્રભાઇ પટેલ, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ,
(ઇન્ચાર્જ મદદનીશ કમિશનર),
જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ૫ મો માળ, વીંગ-એ, સહયોગ સંકુલ,
સેક્ટર ૧૧, ગાંધીનગર ,આરોપી પ્રવિણ મણીલાલ શ્રીમાળી, પટાવાળા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ૫ મો માળ, વીંગ-એ, સહયોગ સંકુલ, સેક્ટર ૧૧, ગાંધીનગર રૂ.૪૨૦૦ લાંચ લેતા એમ.એસ.બિલ્ડીંગ, સેક્ટર ૧૧ની પાછળ કંમ્પાઉન્ડના પાર્કીંગમાં, ગાંધીનગર ખાતે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
ફરીયાદીને શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ.૭.૭૪ લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કરતા આરોપી ન. ૨ નાઓએ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ.૪૨૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા, આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નં. ૨ નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચ ના નાણાં સ્વિકારી, આરોપી નં. ૨ નાઓએ સ્વિકારેલ નાણાં બાબતે આરોપી નં. ૧ નાઓએ સહમતી દર્શાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી બન્ને આરોપીઓ પકડાઇ જઇ ગુન્હો કરેલ છે.
ટ્રેપીંગ ઓફીસર એચ.બી.ચાવડા,
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટરગાંધીનગર એ.સી.બી. એકમ ,સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ દ્વારા કરવામાં આવી છે
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
