News of Wednesday, 5th February 2025
સાપુતારામાં આઇજી પ્રેમવીરસિંહ તજજ્ઞો સાથે તાકીદનું
નિરીક્ષણ, ગોઝારાની ટેગ નહિ લાગવા દેવાઇ ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓના આકર્ષણરૂપ સ્થળના અકસ્માત કારણોનાં તારણો શોધવા અંતે હાઈલેવલ ધમધમાટ મધ્યપ્રદેશની બસ ખીણમાં ગબડતા ૬ લોકોના મોત નિપજેલઃ સુરત રેન્જ આઇજી દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇઃ લોકોમાં હર્ષ

રાજકોટ તા.૫: ગુજરાત સહિત દેશના પ્રવાસીઓના આકર્ષણરૂપ સાઉથ ગુજરાતના ડાંગ જિલ્લામાં અકસ્માતની ઘટનાનું નિરાકરણ લાવી પ્રવાસીઓ અહીં આવતા બ્રેક ન લાગે તે માટે તેના કારણો અને તારણો શોધવા માટે સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ સાપુતારા હીલ સ્ટેશનની મુલાકાત લેવા સાથે પ્રાઇમરી ધોરણે અકસ્માત નિવારવા પ્રવાસીઓની સેફ્ટી માટે કેટલાક મહત્વના સૂચન કરેલ.
વળાંક લાંબા અરસાથી વાહનચાલકો માટે જીવલેણ તેમજ ગોઝારો સાબિત થઈ રહ્યો છે. જેમાં તા.૦૨/૦૨/૨૦૨૫ નાં રોજ વહેલી સવારે ૦૪:૩૦ વાગ્યાના અરસામાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે મધ્યપ્રદેશની ખાનગી બસ નં.યુપી-૯૨-એટી-૦૩૬૪નાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારીને ઊંડી ખીણમાં ખાબકી હતી. જેના કારણે બસમાં રહેલ કુલ-૫૧ મુસાફરોમાંથી ૬ મુસાફરોનું મોત નિપજતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
અહી ડાંગ વહીવટી તંત્રની ટીમ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ. પટેલ તથા પોલીસ કર્મીઓની ટીમ દ્વારા અંધારામાં યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્કયુ ઓપરશેન હાથ ધરવામાં આવ્યુ હતુ. જોકે આ સ્થળ પર અવારનવાર અકસ્માત કેમ સર્જાતા હોય તેને લઈને સુરત રેંજ પોલીસ વિભાગનાં મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે આજરોજ અકસ્માતના સ્થળની જાત મુલાકાત લીધી હતી. અને આ ઝોનની ઝીણવટભરી રીતે તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન સુરત રેંજ આઈ.જી.પી. પ્રેમવીરસિંહ સાથે ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા, રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં નાયબ કાર્યપાલક તથા પીઆઇ શ્રી આર.એસ.પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
