<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

દરેક ભારતીયો માટે સમાન કાનૂનનું પગલુ આવકારદાયી : યશવંત જનાણી

આવી પહેલ કરનાર ઉતરાખંડ બાદ ગુજરાત બીજા નંબરનું રાજય

રાજકોટ તા. ૬  : ડેમોક્રેટીક એકશન ગ્રુપના ચેરમેન યશવંત જનાણીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પાડવાના નિર્ણયને આવકારદાયક ગણાવી જણાવ્યુ છે કે દેશમાં તમામ ભારતીયો માટે નાન-જાત-ધર્મ અને ભાષાના ભેદભાવ વિના દરેક ભારતીયો માટે સમાન કાનૂન હોવો જોઇએ.

ગાંધીજી - સરદારના ગુજરાતમાં આ કાયદો ઉતરાખંડ દ્વારા પહેલો અમલ કરાયો. બાદમાં ગુજરાત બીજા નંબરનું રાજય બન્યુ. જેણે આ ગૌરવશાળી નિર્ણય જાહેર કર્યો. રાજયના તમામ ભારતીય નાગરિકો આ નિર્ણયને વધાવશે. તેમ ડેમોક્રેટીક એકશન ગ્રુપના યશવંત જનાણી (મો.૯૬૨૪૧ ૧૧૯૫૫)ની યાદીમાં જણાવાયુ છે.

(3:42 PM IST)