<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26નું 14 હજાર કરોડનું બજેટ જાહેર, નવા 22 ગાર્ડન અને 4 ફ્લાયઓવર સહિતના વિકાસ કામ થશે

રોડ-રસ્તાનો વિકાસ, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડર બ્રિજ, નવું ડેટા સેન્ટર, નવા અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ

અમદાવાદ તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ઘણાં વિકાસની જાહેરાતો પણ કરી છે. ત્યારે આ બજેટમાં કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી છે 

 વર્ષ 2025-26નું 14 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ઘણાં વિકાસની જાહેરાતો પણ કરી છે. ત્યારે આ બજેટમાં કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે જણાવીએ.

AMC દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં રોડ-રસ્તાનો વિકાસ, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડર બ્રિજ, નવું ડેટા સેન્ટર, નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે.

• અમદાવાદ શહેરમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે

• 20 મેટ્રો સ્ટેશનની આસપાસનાં વિસ્તારોને 270 કરોડનાં ખર્ચે વિકાસ કરાશે

• લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે 'નમોવન' તૈયાર કરાશે

• CG રોડ આસપાસનાં 3 રસ્તા 97 કરોડનાં ખર્ચે તૈયાર કરાશે

• 27 કરોડનાં ખર્ચે 51 વાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાશે

• ભદ્ર પ્લાઝા પરિસરનું 10 કરોડનાં ખર્ચે રિડેવલપ કરાશે

• AI, GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે

• AMC માટે નવું ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે

• 80 કરોડનાં ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ કરાશે

• નવા 5 અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે

• અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન

• બજેટમાં SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની જોગવાઇ કરાઇ

• લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન તૈયાર કરાશે

• પંચવટી જંક્શન પર 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરાશે

• 80 કરોડનાં ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ કરાશે

• જમલપુર ખાતે નવા ઇલેક્ટ્રિક બસ માટે 100 ચાર્જિંગ સ્ટેશન તૈયાર કવાનું આયોજન

• RTO ખાતે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તરીકે ડેવલપ કરવાનું આયોજન

• 120 નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન

• AMTS ડેઇલી ટિકિટ માટે મોબાઈલ એપનું આયોજન

• ઘુમા ખાતે ઈન્ટિગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવવાનું આયોજન

• સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન

• અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન

• ચીમનભાઈ બ્રિજ વાઇડનિંગ

• અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન

• એસ.જી હાઇવે ક્રોસ સાણંદ ચોકડી થતા અમદાવાદ બોટાદ રેલવેલાઈન પર ફ્લાય ઓવરબ્રિજ

• સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર 80 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે

• 90 કરોડના ખર્ચે પંચવટી જંક્શન ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.

• 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરાશે

• સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર 80 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે

(4:30 PM IST)