News of Thursday, 6th February 2025
સુરત :ચોરીના વાહનનો ઉપયોગ કરીને ઘરફોડ ચોરી કરતા બે ઝડપાયા : 12 ગુનાનો ભેદ ઉકેલાયો
1.40 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન, 5 બાઈક, લેપટોપ મળીને રૂ. 4.14 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત :શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનો ઉપયોગ કરી ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી કુલ 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સુરત શહેરના વાહનચોરી,મોબાઈલ ચોરી અને ઘરફોડ સહિતના 12 ગુનાના ભેદ ઉકેલાય જવાબ પામ્યા છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા વડોદ ગામ લેક ગાર્ડન પાસેથી આરોપી મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ [મેઘવાલ] અને અંકુશ ઉર્ફે અંકુર સુખદેવ દ્રીવેદી નેઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 1.40 લાખની કિંમતના અલગ અલગ કંપનીના 21 મોબાઈલ ફોન, 1.09 લાખની કિંમતની 5 બાઇક, 10 હજારની કિંમતનું એક લેપટોપ, 1.55 લાખની કિંમતનું એક ફાયર વોલ મળી કુલ 4,14,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ (મેઘવાલ) અગાઉ ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, મોબાઈલ ચોરી, વાહનચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને દોઢેક વર્ષ પહેલાં અમદાવાદ રેલવે પોલીસમાં ચોરીના કુલ 45 મોબાઈલ ફોન સાથે પકડાઈ જતા તેમાં 3 માસ સજા તથા 8 માસ વડોદરા જેલમાં પાસા કાપી આવ્યા બાદ સાત માસ પહેલા સુરત મુકામે આવ્યો હતો અને તેના સાગરીતો સાથે મળી શહેર વિસ્તારમાંથી ટુ વ્હીલ વાહનોની ચોરી કરી તેના ઉપર રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં ફરી ઘરફોડ અને મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપતો આવ્યો છે. પોલીસ તપાસમાં સુરત શહેર વિસ્તારના વાહન ચોરીના કુલ 6, ઘરફોડ ચોરીના 3 અને મોબાઈલ ચોરીના 3 મળી કુલ 12 ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે.
સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે જહાંગીરપુરા સાયણ રોડ વરીયાવ જંકશન સર્કલ પાસે જાહેર રોડ પરથી ફોરવ્હીલ કારને આંતરી કારચાલક ભરતભાઈ ભગવાન ભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 5,27,700 રૂપિયાની કિમંતનું 52.770 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કલ્લે 20,37,700 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો આરોપીની પૂછપરછ દરમ્યાન આરોપી છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા સારું મુંબઈ ખાતે રહેતા એક ઇસમ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી મુંબઈ ખાતે રહેતા ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી અને વોન્ટેડ જાહેર કરાયેલા આરોપી વિરુદ્ધમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
