<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક વીજ ડીપી પાસે વિકરાળ આગ ભભૂકી

જીઈબીના વીજ ડીપી પાસેજ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના રહીશો અને ચા નાસ્તાની લારી ગલ્લા ધારકોમાં અફરાતફરી મચી

વડોદરામાં વહેલી સવારે આગની ઘટનાથી તંત્ર દોડતું થયું હતું. કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી રોડ પર જીઈબીના વીજ ડીપી પાસેજ આકસ્મિક આગ ભભૂકી ઉઠી એકા એક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના રહીશો અને ચા નાસ્તાની લારી ગલ્લા ધારકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે તેવામાં વહેલી સવારે કારેલીબાગ પાણીની ટાંકી નજીક વીજ ડીપી પાસે કચરામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. દૂરથી ધુમાડા નીકળતા જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા ભાયલી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નંદકિશોર સર્વ પ્રથમ સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવ સ્થળની બાજુમાંજ આવેલા એક મકાનમાંથી પાણીનો પાણીનો ફુવારો મારી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં બનાવની જાણ કરાતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો પણ તાબડતોડ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. પ્રાથમિક તબક્કે કોઈએ તાપણું અથવા બીડી સિગારેટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી મુજબ વીજ ડીપી પાછળ જ વીજ પોલ આવેલો છે. જેમાં શોર્ટ સર્કિટ થયા બાદ સ્પાર્ક અને ધડાકા થતા તેમાંથી ઉડેલા તણખલા નીચે પડતા આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું

(1:17 PM IST)