<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

કાલે ઋષિજીનો પ્રાગટ્ય દિન : મહાદર્શન સમાગમ

અમદાવાદમાં અન્નપૂર્ણા હોલ ખાતે સાંજે કાર્યક્રમ

રાજકોટ,તા.૭ઃ મંત્રયુગ પરિવર્તક પૂ.ઁઋષિ સ્વામીજીનો આવતીકાલે પ્રાગટ્ય દિન છે. આ દિને અમદાવાદ ખાતે મહાદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અકલ્પનીય શારીરિક કષ્ટ વચ્ચે દિવ્ય સાધનાઓ થકી પરમતત્વની અનુભુતિ કરીને મંત્ર વિજ્ઞાનનો નવો યુગ સર્જનાર ઁઋષિ સ્વમીજીનો જન્મદિન વસંત પંચમીએ છે. તારીખ પ્રમાણે ૮ ફેબ્રુઆરી આવે છે. સ્વામીજીએ વાદત ભાષાના પાંચ લાખથી વધારે મંત્રો સર્જયા છે. અને ૮૦૦ થી વધારે સાધનાઓનું સર્જન કર્યુ છે. ઁ સંપ્રદાયની સ્થાપના કરીને ઁચાલીસા સર્જીને અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

પૂ.ઁઋષિજીના પ્રાગ્ટ્ય દિને આવતીકાલે સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી અન્નપૂર્ણા હોલ, પાલડી, અમદાવાદ ખાતે મહાદર્શન સમાગમ કાર્યક્રમ આયોજિત થયો છે. કાર્યક્રમ અંગે વધારે વિગતો માટે (મો.૯૪૯૨૦ ૮૯૯૭ / ૯૩૭૬૩ ૩૪૨૮૯ / ૯૫૩૭૨ ૨૦૯૫૯) નંબરો પર સંપર્ક થઇ શકે છે.

(3:14 PM IST)