<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

પાટીદાર સમાજના નેતાઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને પગલે નિર્ણય લેવાયો :નીતિનભાઈ પટેલની પ્રતિક્રિયા

બધુ વાતવરણ સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ મતલબ નથી

અમદાવાદ :પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ સરકાર દ્વારા પરત લેવાને મામલે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના નેતાઓએ તેમજ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને લઇને આ નિર્ણય લેવાયો છે. જ્યારે બધુ વાતવરણ સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ મતલબ નથી જેના કારણે આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે.

  કેસ પરત ખેંચવામાં આવતા પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કિરીટભાઈના પ્રશ્નનો જવાબ આપતા નીતિનભાઈ  પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી બધાને સાથે લઈને ચાલે છે તે કિરીટભાઈ પટેલને ન ગમ્યું હોય જેથી આવા પ્રશ્ન કરે છે.

 


 

(8:39 PM IST)