<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું- કોલ્ડ પ્લે કોન્સર્ટને કારણે 400 કરોડનો બિઝનેશ મળ્યો

કોલ્ડ પ્લે કોન્સર્ટમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હોય તો ગુજરાત રાજ્ય પ્રથમ

અમદાવાદ :ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને ચોકાવનારુ નિવેદન કરતા કહ્યું કે, આના કારણે સ્થાનિકો અને વેપારીઓને 400 કરોડનો બિઝનેશ મળ્યો છે. પહેલા દિવસની વ્યવસ્થા જોઈને લોકો બીજા દિવસના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં આવ્યા હતા. બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. 

 અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરીની સરાહના કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિકની વ્યવસ્થાને લઈને સામાન્ય વ્યક્તિ હેરાન થયા નહીં અને બહારથી આવેલા લોકોને પોલીસનો સારો અનુભવ લઈને ગયા છે. કોલ્ડ પ્લે કોન્સર્ટમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હોય તો ગુજરાત રાજ્ય પ્રથમ છે. પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થાને લઈને જનરલ SOP બનાવાશે. કોઈ પણ ઇવેન્ટમાં કાયદા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને SOP તૈયાર કરવામાં આવશે.

(9:28 PM IST)