તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Friday, 7th February 2025
“જયા એકાદશી” ભગવાન વિષ્ણુની કૃપાનો દિવસ
રાહુ કાળમાં શુભ કાર્ય કરવું નહીં. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે ૧૨-૩૦ થી ૧૨-૫૭ સુધીનું છે. અભિજીત મુહૂતને શુભ સમય

વડોદરા: માધ મહિનાના શુક્લ પક્ષમાં આ વખતે મૃગશિરા નક્ષત્ર અને વૈધૃ યોગમાં તા.૮ ફેબ્રુઆરી- ૨૦૨૫ ને શનિવારના રોજ “જયા એકાદશી” છે.
મૃગશિરા નક્ષત્ર જ્ઞાન-સત્યની શોધ સાથે સંબંધ ધરાવે છે, અને વૈધૃ યોગ ભૂમિ અને સંપત્તિ સાથે જોડાયેલા કાર્યો તેમજ ખરીદી કરવાને માટે શુભ મનાય છે. આ દિવસે વ્રત રાખી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી, ઘરમાં ગંગાજળ છાંટી, વિષ્ણુ/ કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરી વિધિ-વિધાન સાથે ભગવાનને શ્રીફળ, તુલસીપત્ર, ફળ અર્પણ કરી આરતી કરી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. આ દિવસે રાહુ કાળ સવારે ૯-૫૦ થી ૧૧-૩૦ સુધીનો છે. રાહુ કાળમાં શુભ કાર્ય કરવું નહીં. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે ૧૨-૩૦ થી ૧૨-૫૭ સુધીનું છે. અભિજીત મુહૂતને શુભ સમય મનાય છે.
( દર્શન ભટ્ટ - રિસર્ચ)
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
