<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટરવોર ફાટી નિકળ્યા: રાજકારણમાં ગરમાવો

ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખા વિધિ કરીને નાખી ગયા હોવાના પણ આક્ષેપ

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટરવોર ફાટી નિકળ્યા છે, વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોના રાત્રી દરમિયાન પોસ્ટરો ફાટયા છે, તેથી કોઈ ટીકણખોર અથવા હરિફે પોસ્ટર ફાડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખા વિધિ કરીને નાખી ગયા હોવાના પણ આક્ષેપ થયા છે. ચૂંટણી જીતવા હવે વલસાડમાં પોસ્ટર ફાડવા અને અંધશ્રદ્ધાના પણ અખતરા કરવામાં આવ્યા છે. ત્યારે આક્ષેપને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.


 

(8:01 PM IST)