News of Sunday, 9th February 2025
દાહોદમાં ભાજપની મોટી કાર્યવાહી :ઝાલોદ અને દેવગઢબારીયામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 18 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
-જિલ્લા લઘુમતિ મોરચા પ્રમુખ, યુવા મોરચા કારોબારી સભ્ય, શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ જેવા અગ્રણી કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી નાખ્યા

દાહોદમાં ભાજપે મોટો નિર્ણય લીધો છે, ઝાલોદ અને દેવગઢ બારીયામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 18 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, જીલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારે નગરપાલિકાના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે.
આ કાર્યકર્તાઓએ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી, તેમને ભાજપ માંથી ટિકિટ ન મળતા પોતે અથવા તેમના પરિવારજનો દ્વારા આમ આદમી પાર્ટી કે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને ભાજપના વિરોધમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા હતા. જેમાં જિલ્લા લઘુમતિ મોરચા પ્રમુખ, યુવા મોરચા કારોબારી સભ્ય, શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ જેવા અગ્રણી કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. તેથી આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
