News of Sunday, 9th February 2025
'અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મના વિરોધ વખતના કેસો પાછા ખેંચો' :ક્ષત્રિય સમાજની મુખ્યમંત્રી સમક્ષ માંગણી
ક્ષત્રિય સમાજના યુવાનોમાં વધી રહેલા રોષને જોતા મુખ્યમંત્રી વહેલી તકે કોઈ નિર્ણય લે તેવી માંગ : ગાંધીનગર ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી

અમદાવાદ : ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીના નિર્ણયને તમામ પાટીદાર સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનોએ આવકાર્યો હતો. એવામાં હવે ક્ષત્રિય સમાજ સામેના કેસ પરત ખેંચવાની માગ ઉઠી છે.
આજે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે ક્ષત્રિયો સામે થયેલા કેસો પરત ખેંચવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આથી સરકારે તાત્કાલિક આ મામલે નિર્ણય કરવો જોઈએ. ક્ષત્રિય સમાજના યુવાનોમાં વધી રહેલા રોષને જોતા મુખ્યમંત્રી વહેલી તકે કોઈ નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સરકાર દ્વારા 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનો બાદ આંદોલનકારીઓ પર કરવામાં આવેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારની જાહેરાત બાદ અન્ય સમાજના આંદોલનના કેસ પરત ખેંચવાની માંગ ઉઠી છે. જેમાં SC સમાજ દ્વારા ઉના અને પાટણની ઘટના બાદ થયેલા આંદોલનને લઈને કરાયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી હતી.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
