News of Sunday, 9th February 2025
નડિયાદના જવાહર નગરમાં 3 લોકોના શંકાસ્પદ મોત : ઝેરી દારૂ પીવાથી મોત થયાનો પરિવારજનોનો દાવો
પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર બે લોકો સહિત 3 લોકોના મોત થતા સમગ્ર મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો

ખેડા જિલ્લામાં દેશી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાની આશંકાથી હડકંપ મચી ગયો છે. ખેડાના નડિયાદના જવાહર નગરમાં ઘટના બની છે. આ ઘટનામાં પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર બે લોકો સહિત 3 લોકોના મોતની આશંકા છે.
મૃતકોના પરિવારજનોએ એવો દાવો કર્યો છે કે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલત વધુ બગડતા પરિવારે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોનું એવો દાવો કર્યો છે, કે ઝેરી દારૂ પીવાના કારણે તેમના પરિવારના સભ્યોના મોત નિપજ્યા છે. નડિયાદના જવાહર નગરની આ ઘટના છે. જેમાં પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામનો ધંધો કરનાર સહિત કુલ 3 લોકોના મોત થયા છે.
સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તેમને હોસ્પિટલ દ્વારા ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી તેમના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડાના નડિયાદમાં આ ઘટના સામે આવી છે. જેમાં જવાહર નગરની આ ઘટના છે. જેમાં 3 લોકોના શંકાસ્પદ મોત થવાને લઈને સમગ્ર મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
