News of Monday, 10th February 2025
વડાવલી ગામે ડૂબી જતા 5 લોકોનાં મોત: એક સાથે જનાજા નીકળતા આખા ગામમાં શોકનો માહોલ
તળાવમાંથી પાંચેય મૃતકોની લાશો નીકળતા ગામની અંદર તેમજ પરિવારજનોમાં હૈયાફાટ રુદન સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ચાણસ્માના વડાવલી ગામમાં ગઈકાલે પાંચ લોકોના તળાવમાં ડૂબી જતાં મોત થયાની ઘટના સામે આવી હતી. જેમાં 2 બાળકો અને તેમની માતાનું પણ મોત થયું હતું. આજે લઘુમતી સમાજના પાંચેય લોકોના જનાજા એક સાથે નીકળ્યા હતાં. આ દરમિયાન આખું ગામ સ્તબ્ધ અને શોકમાં સરી પડ્યું હતું.
વડાવલી ગામના પશુપાલન સાથે સંકળાયેલા લઘુમતી કોમના એક જ પરિવારના ફિરોઝાબાનુ કાળુમિયા સિપાઈ ( મલેક) ઉ.વ 37 માતા, માહીરાબાનુ કાળુમિયા સિપાઈ (મલેક) ઉ.વ 09 પુત્રી, અબ્દુલ કાદિર કાળુમિયા સિપાઈ (મલેક)ઉ.વ 07 પુત્ર તથા અન્ય સિમરન ઉર્ફે સીમ્મુ સલીમભાઈ મહાલ ઉ.વ 13 તથા સોહિલ રહિમભાઈ કુરેશી ઉ.વ 16 વાળાઓ રવિવારે પોતાના બકરા ચરાવવા માટે ગામની નજીક આવેલ સીમમાં ગયા હતા. ત્યારે મોડી સાંજ પડતા બકરાઓ ઘરે પરત ફર્યા હતા પરંતુ ચારો ચરાવવા ગયેલા લોકો પરત ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને ભારે શોધખોળ હાથ ધરી હતી.
ગામની નજીક આવેલ તળાવ પાસે પહોંચતા તમામ મૃતકોના ચંપલ તળાવની પાસે પડેલા હોય પરિવારજનોને તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા જતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જેથી શોધખોળના અંતે તમામે પાંચેય મૃતકોની લાશો નીકળતા ગામની અંદર તેમજ પરિવારજનોમાં હૈયાફાટ રુદન સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
