<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

યુવક સાચો પ્રેમ સાબિત કરવા વાઘના પાંજરામાં કૂદી પડ્‍યો

અંતે ઝાડ પર ચઢી પાંજરાની ઊંચાઇએ બહારની તરફ ઝૂકેલી ડાળી પરથી યુવકને હેમખેમ બહાર કાઢીને હળવો મેથીપાક આપી પોલીસને સોંપી દેવાયો હતો

 

અમદાવાદ, તા.૧૦: કહે છે કે પ્રેમમાં પાગલ કોઇ કંઇપણ કરી શકે છે. આ ઉક્‍તિને યયાર્થ કરતો કિસ્‍સો કાંકરિયા ઝૂમાં રવિવારે બન્‍યો હતો. આ વિચિત્ર બનાવના લીધે ભારે ઉત્તેજના ફેલાઇ હતી અને ખૂબ દોડધામ મચી હતી. બન્‍યુ એવું કે મૂળ યુપીનો અને હાલ રખિયાલમાં રહેતો ૨૬ વર્ષીય અરુણકુમાર બ્રિજમોહન પાસવાન નામક યુવક તેની પ્રેમિકાને લઈને ઝૂમાં આવ્‍યો હતો. વાતવાતમાં પ્રેમિકાએ ચેલેન્‍જ આપી કે, ‘જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો વાઘના પાંજરામાં જઈને બતાવ'. હરખઘેલો અરુણકુમાર કોઇ રીતે વાઘના પાંજરામાં કૂદી ગયો અને પછી અંદરના ઝાડ પર ચડી ગયો. આ દૃશ્‍ય જોઇ ઝૂ કર્મીઓ દોડી આવ્‍યા અને અન્‍ય સહેલાણીઓએ પણ હો-હા કરી મૂકી. ઓપન મોટમાં રહેલો વ્‍હાઇટ ટાઇગર આ બધી હરકત જોઇ રહ્યો હતો. યુવકને બહાર કાઢવા માટે અડધો કલાક જેટલી મથામણ ચાલી હતી. અંતે ઝાડ પર ચઢી પાંજરાની ઊંચાઇએ બહારની તરફ ઝૂકેલી ડાળી પરથી યુવકને હેમખેમ બહાર કાઢીને હળવો મેથીપાક આપી મણિનગર પોલીસને સોંપી દેવાયો હતો.

પોલીસે યુવક વિરુદ્ધ વર્લ્‍ડ લાઇફ પ્રોટેક્‍શન એક્‍ટની કલમ તથા પોતાનો જીવ જોખમમાં નાખવાના ગુના બદલ ધરપકડ કરી છે

(2:55 PM IST)