<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત : પરેશ ગોસ્વામી

ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી

અમદાવાદ :જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ હવામાન અંગે મહત્વની અપડેટ આપી છે. તેમણે માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત છે.

હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે.

અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ 12 થી લઈ અને 9 સુધીની લઘુત્તમ છે એટલે કે 9 થી લઈને 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે અને 15 તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો વધારો થાય એવી શક્યતા નહીંવત છે.

તાપમાન અંગે વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન 30થી 32 ડિગ્રી આસપાસ સામાન્ય રહી શકે છે. અલબત હજુ શિયાળાએ વિદાય લીધી નથી. જોકે રાત્રીના સમય ગાળામાં તાપમાન હજુ પણ 18 ડિગ્રી એટલે કે 14થી 16 ડિગ્રી સુધી રહી શકે છે. રાત્રીના સમયગાળામાં કેટલાક ભાગોમાં 18 ડિગ્રી જેટલું રહી શકે છે.

દરમિયાન હવામાન વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહી શકે છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. હવામાન વિભાગ પ્રમાણે પવનની દિશા બદલાઈ રહી છે અને આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે.

(9:22 PM IST)