<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1555 રૂપિયા સુધી બોલાયો : જાણો 46 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 4,001.81 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 4,001.81 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1555 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1490 રૂ. અને નીચો ભાવ 1301 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1530 રૂ., વડાલીમાં 1517 રૂ., બાબરામાં 1515 રૂ., બોટાદમાં 1506 રૂ., સિદ્ધપુરમાં 1504 રૂ., ગોંડલમાં 1471 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
  કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,001.81 ટન કપાસની આવક થઇ છે.

(8:39 PM IST)