તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 11th February 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1402 રૂપિયા સુધી બોલાયો: જાણો 30 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 2,013.60 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 2,013.60 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1402 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1123 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તલોદમાં 1320 રૂ., વિજાપુરમાં 1241 રૂ., મોડાસામાં 1215 રૂ., હળવદમાં 1200 રૂ., કાલાવડમાં 1155 રૂ., વિસાવદરમાં 1136 રૂ., ગોંડલમાં 1131 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,013.60 ટન મગફળીની આવક થઇ છે.


(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
