<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

બિનશૈક્ષણિક કર્મચારીગણ માટે ઓફિસ કોમ્‍યુનિકેશન કૌશલ્‍યના તાલીમ વર્ગોનો શુભારંભ

ગણપત યુનિવર્સિટીની અનોખી પહેલ

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટીએ 'SHINE' (સ્‍કીલ હાર્મોનાઇઝેશન ફોર ઇનોવેટિવ ન્‍યુ એરા) અંતર્ગત બિનશૈક્ષણિક કર્મચારીગણના તાલીમ કાર્યક્રમની પહેલના ભાગ સ્‍વરૂપે અભિસ્‍થાપન સમારોહનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્‍ય ગણપત યુનિવર્સિટીના તમામ બિનશૈક્ષણિક કર્મચારીઓને અસરકારક ઓફિસ કમ્‍યુનિકેશન સાથે સુસજ્જ કરવાનો છે.આ ઓરિએન્‍ટેશન કાર્યક્રમમાં યુનિવર્સિટીના વરિષ્ઠ પદાધિકારીઓની સવિશેષ હાજરી જોવા મળી હતી.

ડઆ પ્રસંગે યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્‍સેલર અને ડાયરેક્‍ટર જનરલ ડૉ. મહેન્‍દ્ર શર્મા, એક્‍ઝિકયુટિવ રજીસ્‍ટ્રાર ડો. ગિરીશ પટેલ, ટ્રેઈનીંગ અને ડેવલપમેન્‍ટ વિભાગના પ્રેક્‍ટિસ અને ડેવલપમેન્‍ટ પ્રો. ડૉ. શિતલ બાદશાહ, હ્યુમેનીટી અને સાયન્‍સ વિભાગના વડા ડો. ઉન્નત પટેલ તથા અમદાવાદના જાણીતા કોમ્‍યુનિકેશન ટ્રેઈનર શ્રીમતી દિપ્તી શાહની પણ વિશેષ હાજરી હતી.

(3:08 PM IST)