<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

બે માસ ટોપ લેવલે મનોમંથન ચાલેલ પિયુષ પટેલને ib વડા બનાવવા કે acb વડા?

ધીરજનાં ફળ મીઠાં... બે માસ પ્રતીક્ષા કરનાર આઇપીએસ માટે કહેવત સત્‍ય સાબિત થઈ અંતે acb વડા બનાવવા મોહર લાગેલઃ હવે સરકારના આંખ, કાન જેવા આઇબી વડા અને મહત્ત્વની તપાસમાં જેનો મોટો રોલ હોય છે તેવા સીઆઈડી ક્રાઈમ વડા માટે વિચારણા ચાલે છે

રાજકોટ તા. ૧૪ :.. હિન્‍દીમાં એક કહેવત છે કે ‘દેર આયે દુરસ્‍ત આયે' આવુજ ૧૯૯૮ બેચના સિનિયર આઇપીએસ અને જેમને બીએસએફ કાર્યકાળ ટુંકાવી રાજ્‍ય સરકારમાં ખાસ પરત લાવવામાં આવ્‍યા તેવા પિયુષ પટેલ સાથે થયેલ છે. ભૂતકાળમાં બીએસએફમાં ફરજ બજાવી ચૂકેલા આ અધિકારી બીએસએફમાં ફરી મુકાયા હતા. ગુજરાત પોલીસ તંત્રમાં ત્રણ મહત્‍વના સ્‍થાન લાંબા સમયથી ખાલી છે . આમાં acb સાથે આઇબી, અને સીઆઈડી ક્રાઈમ નો સમાવેશ છે. આ વિભાગોમાં સરકાર પોતાના ૧૦૦ ટકા વિશ્વાસુ અને કોઈ વિવાદ ખડા ન કરે તેવા અધિકારીને પસંદ કરતા હોય છે.     રાજ્‍ય સરકારના આંખ કાનની ભૂમિકા આઇબી હસ્‍તક હોય છે, આઇબી વડા સમયાંતરે મુખ્‍ય મંત્રીને કયા શું ચાલે છે, કોણ સાથે કોણ સામે અને તેમના અન્‍ય કારોબાર વિગેરે અંગે તટસ્‍થ રિપોર્ટ આપતા હોય છે.    

 પોલીસ, પ્રજા અને પોલિટિશિયન્‍સને સાથે રાખી શકે તેવી છાપ આઇપીએસ પિયુષ પટેલની હોવાથી તેમને આઇબીમાં મૂકવા ગણત્રી હતી.    તાજેતરની ચોક્કસ ઘટનાઓ બાદ ર્ીણૂણુ માં પણ ખૂબ શાંતિપૂર્વક અને મક્કમતાથી પગલાંઓ ભરવા સાથે કોઈ વિવાદ ખડા ન થાય અને સહુ પ્રથમ એસીબીનાં તમામ યુનિટનો અભ્‍યાસ કરી, વિશ્વાસુ  , મહેનતુ અને અને વફાદાર લોકોને ઓળખે તેવા આઇપીએસની આવશ્‍યકતા હોવાથી acb વડાનું ડીજી લેવલનું સ્‍થાન ડાઉન ગ્રેડ કરી એડી.ડીજી લેવલનું બનાવી તેમની વિશેષ પસંદગી કરી છે, આમાં સમય જવાથી પિયુષ પટેલ બે માસ posting વગર રહ્યા, અને ધીરજનાં ફળ મીઠાં માફક તેમને આઇબી બદલે આખા રાજ્‍યના પોલીસ, રેવન્‍યુ સહિતનાં સરકારી ખાતામાં મહત્ત્વનું acb  વડાનું સ્‍થાન મળ્‍યું. આ સ્‍થાન પર અન્‍ય નામ વિચારાયેલ પરંતુ આખરે પસંદગી કળશ અહી ઢોળાયો.  એકજ જરૂરી ઓર્ડર થયો મતલબ બીજા ઓર્ડર હવે વિલબ થશે આઇબી વડા અને સીઆઈડી ક્રાઈમ વડા કોને બનાવવા તે મથામણ ચાલે છે. લાંબા સમયથી સાઈડ લાઇન અને સિનિયર આઇપીએસ અધિકારીઓને સારા સ્‍થાન માટે પણ ટોપ લેવલે વિચારણા છે.

(12:18 PM IST)