News of Friday, 14th February 2025
આજે સુરત પીસીબીનાં કાર્યદક્ષ પીઆઇ આર.એસ. સૂવેરાનો જન્મ દિવસ
અનુપમસિહ ગેહલોતનાં સિપાહી બની તેમની સૂચના મુજબ પાસાનાં નવા રેકોર્ડનાં સહભાગી બન્યા

રાજકોટ તા. ૧૪: સુરતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ ટુંકમાં ૧૦૦૦ અસામાજીક તત્વોને પાસાનાં પિંજરે જેમના વડપણ હેઠળ પૂરી નવો ઇતિહાસ સર્જ્યો છે તેવા સુરતના pcb પીઆઇ આર.એસ. સુવેરાનો આજે જન્મ દિવસ છે, રાજ્યભરમાં પોલીસ તંત્ર અને લોકોના વિવિધ વર્ગો સાથે આત્મીય સંબધ ધરાવતા અને dysp પ્રમોશન માટે હકદાર બનેલા આ અધિકારી પર ગત કાલથી અભિનદન વર્ષી રહ્યા છે.( મોબાઈલ નંબર ૯૯૨૫૩ ૮૯૯૯૭).
રાજયના વિવિધ મહાનગરોમાં ખૂબ મહત્વની બ્રાન્ચો સહિત પોલીસ મથકમાં ફરજ બજાવનાર આ પોલીસ ઇન્સ્પેક્ટર જેમની સાથે સંબંધ રાખે તે કાયમી હોય છે. ગુજરાતભરના મીડિયા સાથે તેમને લાગણીનાં સંબંધ છે. જેમની નીચે કામ કરવું તેમને વફાદાર રહેવા સાથે પોતાના કોઈ કાર્યને કારણે ઉપરી અઘિકારીઓને પ્રતિષ્ઠા ખરડાઇ તેવા કોઈ કાર્યથી હંમેશા દૂર રહેવા વણ લખ્યો નિયમ બનાવ્યો છે.
વ્યાજથી પીડિત લોકો માટે લોન અપાવવાનાં નોડલ ઓફિસર રહી ચૂકેલા આ અધિકારીના પોલીસ કમિશનર જયારે લોકોને ન્યાય અપાવવા રાત દિવસ ઝઝૂમતા હોય ત્યારે સિપાહી કેમ પાછળ રહે? (
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
