News of Friday, 14th February 2025
રાજયમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગરમાં 1411 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 34 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,172.89 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક



અમદાવાદ :આજે ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,172.89 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1441 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1122 રૂ. અને નીચો ભાવ 910 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1400 રૂ., જામનગરમાં 1372 રૂ., તલોદમાં 1300 રૂ., હળવદમાં 1208 રૂ., ભાવનગરમાં 1188 રૂ., ગોંડલમાં 1181 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,172.89 ટન મગફળીની આવક થઇ છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
