News of Saturday, 15th February 2025
રાજકોટ ગુરૂકુલની સુરત શાખા દ્વારા શાનદાર સહવિદ્યા રેલી

રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરત દ્વારા ત્રિદિવસીય સદવિદ્યા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે બીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ . જેનું પ્રસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના ગુરૂવર્ય શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી, મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા સુરત ગુરુકુલનું સંચાલન કરી રહેલા શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કરાવેલ રેલી વિવિધ માર્ગો પર ફરી હતી.
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સુરતની આ રેલીમાં ૧૬ શણગારેલા ફ્લોટસ, ૩૦ ટુવિલર, સાથે આશરે ૩૫૦ જેટલી જન સંખ્યાએ ભાગ લીધેલ. ગુરુકુળ દ્વારા થતી વિદ્યા, સદવિદ્યા ને બ્રહ્મવિદ્યાની પ્રવળત્તિને દર્શાવવામાં આવલી
ગુજરાતી તથા ઈગ્લીંશ મીડિયમના આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા તથા શ્રી ધર્મેશભાઈ સલીયાના માર્ગદર્શન અનુસાર યોજાયેલ રેલીમાં ઇલેટ્રીક ટુ વ્હીલર ઉપર શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા. રેલીની ગોઠવણી તથા સજાવટ કરનારા શ્રી ભક્તિતનયદાસ સ્વામી, શ્રી અનંત સ્વરૂપદાસ સ્વામી તથા શ્રી ચિરાગભાઈ સુતરીયા, શિક્ષકો તેમજ ગુરુકુલ આર્ટના વિદ્યાર્થીઓને સંતોએ ચાંદલો કરી શુભાશીર્વાદ પાઠવેલ હતી.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
