<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

આવતીકાલે અમદવાદના ઘાટલોડિયામાં પેટા ચૂંટણી : તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

ઘાટલોડિયામાં કુલ 78 બુથ છે જેના 6 રૂટ નક્કી કરાયા : આર.સી.ટેક્નિકલ કોલેજ ખાતેથી EVM ડિસ્પેચની કામગીરી કરાઈ

અમદાવાદ : આવતીકાલે અમદવાદના ઘાટલોડિયામાં પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આર.સી.ટેક્નિકલ કોલેજ ખાતેથી EVM ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે.. ઘાટલોડિયામાં કુલ 78 બુથ છે જેના 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. 

  ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ EVM ડિસ્પેચની કામગીરી કરવામાં આવી રહી છે.  EVM સહિત તમામ જરૂરી ચીજવસ્તુઓ બુથ પર પહોંચાડવામાં આવી છે. તો બીજી તરફ EVM જ્યાં મુકાયા છે ત્યા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં સ્ટાફ માટે પણ પૂરતી સુવિધાઓ રાખવામાં આવી છે.

(7:28 PM IST)