<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટ લોહાણા મહાજન આયોજીત રામનવમી મહોત્સવમાં શ્રોતાઓ રીતસર રસ તરબોળ બની ગયા : અકિલા પરિવારના મોભી, સમાજશ્રેષ્ઠી, મહાજન મુરબ્બી કિરીટભાઇ ગણાત્રાની પ્રેરક ઉપસ્થિતિમાં : . ભજન સંધ્યામાં નિધિબેન ધોળકિયા, નિતીનભાઇ દેવકા અને હિતષ્વ નાણાવટીએ ભારે જમાવટ કરી દીધી : પવિત્ર વાતાવરણમાં ''જય શ્રી રામ'', ''જય જય જલારામ'' ના નારા સતત ગૂંજતા રહ્યા . રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી, દિનેશભાઇ કારીયા, અતુલભાઇ રાજાણી સહિતના મહાનુભાવોએ પૂ. રામ, શ્યામ, શ્રીજીબાવા અને જલારામના અદ્ભૂત - અલૌકીક ધૂન-ભજન માણ્યા . ''જપલે શ્રી રામ કા નામ ઓ મનવા, ઉસકે નામ સે બન જાયેંગે તેરેે બિગડે કામ'', ''વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા'', ''રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા'', ''અચ્યુતમ્ કેશવમ્ ક્રિષ્ન દામોદરન... રામ નારાયણમ્ જાનકી વલ્લભમ્'', ''જલા તારી ઝુંપડીએ સદ્નો સત્કાર છે, દુખડા રહે નહીં એવા દીદાર છે, દેવોનો લાગે દરબાર હોજી રે... આજ વીરપુર ગામમાં'', ''મીઠે રસ સે ભરોરે રાધા રાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે...'' વિગેરે ભકિતભાવ સાથેના મનભાવક ધૂન - ભજનોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા : એક એક ભજન ઉપર રઘુવંશીઓએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો . સવારે સાંગણવા ચોક મહાજન વાડી ખાતેના પ્રાચીન રામ મંદિરે મહાઆરતી અને ૧૦૮ દીપમાળા કરવામાં આવી . લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમનું બેનમૂન-ભવ્ય - દિવ્ય - અલોૈકીક આયોજન3:43 PM IST