<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

ફરી એકવાર ભારતીય સંસ્કૃતિની મહેકને મહેકાવતી તેમજ પરંપરાગત આભૂષણોને વિદેશી ધરતી પર વૈશ્વિક ઓળખ આપતી નિધિ શાહ વોરા ‘ARNI Fashion’

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેનહટન ‘સોની હોલ’ માં  યોજાયેલ RunWay7 આયોજીત ફેશન-શો માં ગુજરાતી ચણિયાચોળી ની ભાતીગળ ડિઝાઇન આધારીત થીમ થી ‘ARNI Fashion Design’ દ્વારા નોર્થ કેરોલીના (શાર્લોટ શહેર) સ્થિત અમદાવાદની ફેશન ડિઝાઇનર નીધિ શાહ વોરા એ વધુ એક વિરાટ કદમ માંડી ૨૦ અમેરિકા સ્થિત ભારતીય મોડલ દ્વારા ફરી એકવાર ભારતીય ગુજરાતી સંસ્કૃતિની મહેકને પરંપરાગત  આભૂષણો અને પોશાક દ્વારા વૈશ્વિક ઓળખ અપાવી છે્ જેનાથી ભારતીય મૂળના નિવાસીઓ તથા ફેશનપ્રેમી વિદેશીઓમાં પ્રશંસાપાત્ર થયેલ છે.
અમેરિકા સ્થિત નિધિ શાહ વોરા એ ફેશન ડિઝાઇનની મિલાન (Italy) અને પેરિસ ના સફળ ફેશન શૉ બાદ સતત ત્રીજા વર્ષે ન્યુયોર્ક ખાતે આગવી દુનીયામાં પોતાની કાબેલીયત અને સૂજબુઝથી ભારતીય સંસ્કૃતિની દુલ્હન જ્વેલરી ડિઝાઇન તથા ગુજરાતી પોશાકને વૈશ્વિક વિરાસત તરીકે જાણીતું કરી અમદાવાદ શહેરને આગવી ઓળખ અપાવી લોકચાહના પ્રાપ્ત કરેલ છે ‘ARNI Fashion’ દ્વારા રજુ થયેલ મોડેલ્સને વિશ્વના અગ્રેસર  ફેશન મેગેઝીનમાં સતત સ્થાન મળતુ રહ્યુ છે જેને વૈશ્વિક મીડિયાએ પણ નોંધ લઇ કવરેજ કરેલ છે.
નિધિ શાહ વોરા ‘ARNI Fashion’ આગામી એપ્રિલ-૨૦૨૫ Chile- Santiago (USA) , મે-૨૦૨૫ માં કેન્સ ફેસ્ટીવલ (ફ્રાન્સ) માં યોજાનાર ફેશન-શો માં ભારતીય પરંપરાની વધુ એક ઓળખ આપવા જઈ રહેલ છે.

(8:35 PM IST)