News of Monday, 17th February 2025
સુરતના ઓલપાડના સરસ ગામની સીમમાં તળાવમાં માછલી પકડવા ગયેલા બે યુવકોના ડૂબી જતા મોત
બંન્ને લોકો સરસ ગામે ડાંગરની રોપણીના કામ માટે આવ્યા

દાહોદ જિલ્લાના વતની અને હાલમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસગામ ખાતે રહેતા રમેશભાઇ પારસીંગભાઇ ડામોર [ઉ.52] અને બાબુભાઈ દેવાભાઈ ડામોર [ઉ.51] સરસ ગામની સીમમાં આવેલા ભસ તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા. તે દરમ્યાન અક્સ્મારે તળાવના ઊંડા પાણીમાં પડી ગયા હતા અને ડૂબી જતા મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે તેઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બંન્ને લોકો સરસ ગામે ડાંગરની રોપણીના કામ માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
