તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 17th February 2025
કાકરાપાર નહેરના પાણીમાં નાહવા માટે ગયેલા 17 વર્ષીય કિશોરનું ડૂબી જતા મોત
ભાદોલ માઇનોર નહેરના ગરનાળા પાસે પાણીમાંથી મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો

કોસંબા ગામ ખાતે રહેતો 17 વર્ષીય જગદીશ ભવરલાલ રાઠોડ ગત 14 ફ્રેબુઆરીના રોજ અગીયાર વાગ્યાના અરસામાં કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં આવેલ કાકરાપાર નહેરના પાણીમાં નાહવા માટે ગયો હતો. ત્યારે પગ અચાનક લપસી જતા તે નહેરના પાણીમા તણાઇ ગયો હતો.
આ દરમિયાન ગતરોજ પારડી-ભાદોલી ગામની સીમમાં આવેલા ભાદોલ માઇનોર નહેરના ગરનાળા પાસે પાણીમાંથી મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જગદીશના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
