News of Wednesday, 19th February 2025
છોટાઉદેપુરમાં એક જ ઘરના 4 સભ્યો ચૂંટણી લડ્યા :ઘરના મોભી સાતમી વાર વિજેતા થતા રેકોર્ડ બનાવ્યો
બંને પુત્રો અને પત્નીનો પરાજ્ય થયો જ્યારે ઘરના મોભી સાતમીવાર વિજેતા થતા સૌથી વધુ વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ સર્જ્યો

છોટાઉદેપુર નગરપાલિકામાં પતિ, પત્ની અને બે પુત્રો ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં બંને પુત્રો અને પત્નીનો પરાજ્ય થયો છે. જ્યારે ઘરના મોભી સાતમીવાર વિજેતા થતા સૌથી વધુ વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
વોર્ડ નંબર 6માં ભારત નિર્માણ મંચમાંથી ફારૂકભાઈ મહંમદભાઈ ફોદાએ ચાર સભ્યોની પેનલ ઉતારી હતી. આખી પેનલમાં માત્ર ફારૂકભાઈ 1237 મતે ચૂંટાઈ આવ્યા છે. તેમની પત્ની સાબેરાબેને અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેમને માત્ર 54 મત મળ્યા હતા. તેમના પુત્ર રમઝાની વોર્ડ નંબર 4માં કોંગ્રેસમાંથી લડ્યા હતા. તેમને 396 મત મળતા હાર થઈ હતી. મોટો પુત્ર આરીફ ભાજપમાંથી વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડ્યો હતો. તેને 557 મત મળતા જંગ હારી ગયા હતા.
આમ એક જ ઘરના ચાર સભ્યો અલગ અલગ વોર્ડમાંથી લડ્યા હતા અને તેમાંથી ત્રણ ઘરભેગા થયા છે. જેથી પરિવારમાં ખુશી અને ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
