<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ગાંધીનગર કોકેઈન સાથે ઝડપાયેલી નાઇજિરિયન મહિલા 7 દિવસના રિમાન્ડ કોર્ટે મજૂર કર્યાં

નાઇજીરીયાથી આવેલી મહિલા પાસેથી 1 કરોડ 49 લાખનું કોકેઇન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. SMC એ પાસપોર્ટ પણ જપ્ત કર્યો હતો.

 

ગાંધીનગર કોકેઈન સાથે ઝડપાયેલી નાઇજિરિયન મહિલા 7 દિવસના રિમાન્ડ કોર્ટે મજૂર કર્યાં છે. નાઈજીરીયાથી કોકેઇન ડ્રગ્સના જથ્થા સાથે વિદેશી મહિલાની SMC એ, બે દિવસ પૂર્વે ધરપકડ કરી હતી. નવસારીથી સુરત વચ્ચે ડ્રગ્સ સપ્લાય કરવાના રેકેટનો smc એ પર્દાફાશ કર્યો છે.

 નાઇજીરીયાથી આવેલી મહિલા પાસેથી 1 કરોડ 49 લાખનું કોકેઇન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. SMC એ પાસપોર્ટ પણ જપ્ત કર્યો હતો. કોર્ટમાં આરોપી મહિલાને રજૂ કરી  7 દિવસ ના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમ્યાન SMC આ આખાય રેકેટ અંગે વધુ માહિતી બહાર લાવવા તપાસ હાથ ધરશે.

(7:10 PM IST)