News of Wednesday, 19th February 2025
અમદાવાદ મનપાના અધિકારી-કર્મચારીઓએ નિયમિત ઑફિસે જવું પડશે :મંજૂરી વિના ગેરહાજર રહેશો તો થશે કાર્યવાહી કરાશે
નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ સંભાળતા કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી પર સુપરવિઝન રાખવાનો નિર્ણય લીધો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાણીએ ચાર્જ સંભાળ્યાને માંડ 10 દિવસ થયા છે, ત્યાં તેમણે કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી પર સુપરવિઝન રાખવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં AMCમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ નિયમિત નોકરી ના કરતા હોવાના કારણે પ્રજાકીય કામો પર વિપરિત અસર થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી હવે ઑફિસ આવવાના સમયના બે કલાકની અંદર તેઓની હાજરી અંગેની વિગતો જે-તે વિભાગના અધિકારીએ ગુગલ શીટમાં મોકલવાની રહેશે. જો કોઈ કર્મચારી રજા પર હોય, તો તેણે પૂર્વ મંજૂરી લીધી છે કે કેમ? તેની વિગતો પણ આપવી પડશે.
આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશર બંછાનિધિ પાની દ્વારા AMCના કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિત નોકરી પર આવે, તેને ધ્યાનમાં રાખીને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે કર્મચારીઓની ઑફિસનો સમય સવારે 9 થી 5 વાગ્યા સુધીનો હોય, તેની વિગતો સવારે 11 કલાક સુધીમાં તેમજ જેમનો ઑફિસનો સમય સાડા 10નો હોય, તેની માહિતી સાડા 12 સુધીમાં જે-તે વિભાગના અધિકારીએ આપવાની રહેશે.
આ સિવાય કેટલા કર્મચારીઓ રજા પર છે, કેટલા રજા મંજૂર કરાવીને ગયા છે અને કેટલા કર્મચારીઓ રજા મંજૂર કરાવ્યા વિના ગેરહાજર છે તેમજ સસ્પેન્ડેડ કર્મચારીઓની માહિતી પણ સાડા 12 સુધીમાં ગૂગલ શીટમાં ભરીને આપવાની રહેશે. આ સાથે જ રજા મંજૂર કરાવ્યા વિના ગેરહાજર રહેલા અધિકારી, કર્મચારીઓની ગેરહાજરી બાબતે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
